વર્ષાઋતુ નિબંધ ગુજરાતી varsha rutu nibandh in gujarati
વર્ષાઋતુ નિબંધ ગુજરાતી | varsha ritu nibandh in gujarati |
વર્ષાઋતુ નિબંધ ગુજરાતી varsha rutu nibandh in gujarati
ભારત દેશ માં ત્રણ ઋતુઓ નો અનુભવ થાય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું. ઉનાળા ની આકરી ગરમી પછી ચોમાસું આવે છે. ચોમાસા માં વરસાદ આવે છે તેથી તેને “વર્ષાઋતુ” કહે છે. ગુજરાતી મહિના પ્રમાણે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ ચાર મહિના વર્ષાઋતુ રહે છે.
બધી ઋતુઓ માં વર્ષાઋતુ ઘણી ઉપયોગી છે. વર્ષાઋતુ માં આકાશ માં કાળાં કાળાં વાદળો છવાઈ જાય છે. વાદળો ના ગડગડાટ, વીજળી ના ચમકારા અને પવન ના સુસવાટા સાથે મૂશળધાર વરસાદ તૂટી પડે છે. વરસાદ નું આગમન થતાં જ લોકો ખુશ ખુશ થઇ જાય છે. વરસાદ નું આગમન થતાં ચારે બાજુ ભીની માટી ની સુગંધ આવે છે.
વરસાદ ના આગમન થી મોર કળા કરી ને નાચે છે. દેડકા ડ્રાઉં..ડ્રાઉં… કરે છે. વરસાદ માં બાળકો પાણી માં છબછબિયાં કરે છે. બાળકો કાગળ ની હોડી બનાવી ને પાણી માં તરતી મૂકે છે. બાળકો વરસાદ માં ગીતો પણ ગાય છે. બાળકો ને વરસાદ માં નાહવા ની ખૂબ જ મજા આવે છે.
વરસાદ માં ઘણી વાર આકાશ માં સપ્તરંગી મેઘધનુષ દેખાય છે. બાળકો મેઘધનુષ જોઈ ને આનંદ માં આવી જાય છે. લોકો વરસાદ માં ગરમ ગરમ ભજીયા અને દાળવડા ખાઈ ને વરસાદ ની મજા લે છે. લોકો વરસાદ માં છત્રી અને રેઇનકોટ નો ઉપયોગ કરે છે. પવન ના સુસવાટા સાથે વરસાદ હોય ત્યારે છત્રી ને કાગડો બનતી જોવા ની પણ મજા આવે છે.
ખેડૂતો ની પ્રિય ઋતુ વર્ષાઋતુ છે. ખેડૂતો વર્ષાઋતુ ની આતુરતા થી રાહ જુએ છે કારણકે વરસાદ થી જ ખેતરો માં સારો પાક થાય છે. વરસાદ નું આગમન થતાં જ ખેડૂતો આનંદ માં આવી જાય છે. ખેડૂતો ખેતર ખેડી ને વાવણી કરે છે. વરસાદ આવવા થી ખેતરો માં લીલોછમ પાક લહેરાવા લાગે છે.
વર્ષાઋતુ એટલે અવનવાં તહેવારો ની ઋતુ. રક્ષાબંધન, જન્માષ્ટમી, પર્યુષણ, ગણેશ ચતુર્થી અને નવરાત્રી જેવા તહેવારો પણ વર્ષાઋતુ માં જ આવે છે. આ બધા તહેવારો લોકો આનંદ અને ઉલ્લાસ થી ઉજવે છે. વર્ષાઋતુ માં નદી, તળાવો, કૂવા, સરોવર, જળાશયો વગેરે નવાં પાણી થી છલકાઈ જાય છે.
ક્યારેક વધારે વરસાદ પડવા થી “અતિવૃષ્ટિ” જેવી સ્થિતિ સર્જાય છે. અતિવૃષ્ટિ થાય ત્યારે ઘણું નુકસાન થાય છે. અતિવૃષ્ટિ થી નદી, નાળા, જળાશયો પાણી ગામડાઓ ડૂબી જાય છે કે છલકાઈ જાય છે. મકાનો પડી જાય છે. લોકો નું જન જીવન ઠપ થઇ જાય છે. ખેતરો ના પાક ધોવાઈ જવા થી પાક નાશ પામે છે. અને ખેડૂતો ને મોટું નુકસાન થાય છે. તેને “લીલો દુકાળ” પણ કહે છે.
જો વરસાદ ઓછો પડે તો “અનાવૃષ્ટિ” જેવી સ્થિતિ સર્જાય છે. અનાવૃષ્ટિ એટલે અનાજ પાકતું નથી અને ઘાસ ઊગતું નથી. નદી, નાળા, જળાશયો પાણી વગર સૂકવવા લાગે છે. તેને “સૂકો દુકાળ” પણ કહે છે. ખેડૂતો ને અનાવૃષ્ટિ થી ખુબ જ નુકસાન થાય છે. ખેતરો માં અનાજ, શાકભાજી, ફળો ના પાક માં નુકસાન થવા થી જીવન જરૂરિયાત ની વસ્તુ ઓ માં મોંઘવારી વધતી જાય છે.
ધંધા રોજગાર માં ભારે નુકસાન થાય છે. આમ, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાય તો જનજીવન છિન્ન ભિન્ન થઇ જાય છે. વર્ષાઋતુ માં કાદવ કીચડ અને ગંદકી ના કારણે ઘણી વાર માખી અને મચ્છર નો ઉપદ્રવ વધી જાય છે. તેના કારણે મેલેરિયા, ડેન્ગ્યુ, મરડો વગેરે જેવા રોગો ફેલાય છે.
Post a Comment
Post a Comment