કોરોનાને પગલે આ વર્ષે ધોરણ એકથી આઠ તેમજ ધોરણ 9 અને 11માં વાર્ષિક પરીક્ષાઓ લેવામાં આવી નથી અને રાજ્ય સરકાર દ્વારા માસ પ્રમોશન આપવાનું જાહેર કરાયું છે ત્યારે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માત્ર પ્રમોશન અંગેનો કરાયેલો પરિપત્ર બદલવામાં આવ્યો છે.
આ ઉપરાંત બોર્ડ દ્વારા ગ્રેસિંગના નિયમમાં એક મહત્ત્વનો સુધારો કરાયો છે જે મુજબ આચાર્યને દસથી વધુ કૃપા ગુણ આપવાની છૂટ આપવામાં આવી છે. અત્યાર સુધી બોર્ડના નિયમ મુજબ જો વિદ્યાર્થી મેડિકલ સહિતના કારણોસર પરીક્ષા ના આપી શકયો હોય કે અગાઉની પરીક્ષાઓના તેમજ હાજરીના માર્કસમાં એવરેજ માર્ક્સ મુજબ 33 ટકા પણ ન લાવી શકે તો આચાર્ય તે વિદ્યાર્થીને 10 માર્ચ કૃપા ગુણથી ગ્રેસિંગ તરીકે આપીને પાસ કરી શકતા હતા પરંતુ બોર્ડે નિયમમાં સુધારો કરીને કૃપા ગુણની મર્યાદા રદ કરી છે. મહત્વનું છે કે હાલ ધોરણ-9માં સમગ્ર રાજ્યમાં આઠ લાખથી વધુ અને ધોરણ 11માં 6 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે
Post a Comment
Post a Comment