-->

Google Search Job

બનાસ નદી

 બનાસ નદી

બનાસ નદી
દેશ ભારત
રાજ્ય ગુજરાત, રાજસ્થાન
ભૌગોલિક લક્ષણો

 ⁃ સ્થાન અરવલ્લી
નદીનું મુખ  
 • સ્થાન કચ્છનું નાનું રણ
લંબાઇ ૨૬૬ કિમી

 ⁃ સ્થાન કચ્છનું નાનું રણ
કાંઠાની લાક્ષણિકતાઓ
ઉપનદીઓ  
 • ડાબે ખારી નદી, સુકલી નદી, બાલારામ નદી, સુકેત નદી, સેવરણ નદી અને બાત્રિયા નદી
 • જમણે સીપુ નદી
બંધ દાંતીવાડા બંધ

         બનાસ નદી ભારત દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્‍થાન રાજ્યમાં આવેલી અરવલ્લી પર્વતમાળાની ગિરિકંદરાઓમાંથી નીકળે છે અને ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશ કરે છે અને અંતે કચ્‍છના નાના રણમાં મળી જાય છે.

 આ નદી દરીયાને બદલે રણમાં સમાઇ જતી હોવાના કારણે કુંવારી નદી તરીકે ઓળખાય છે. બનાસ નદીની કુલ લંબાઇ ૨૬૬ કિ.મી. છે જેમાંથી ૫૦ કિમી રાજસ્થાનમાં અને બાકીની લંબાઇ ગુજરાતમાં છે. તેનો સ્ત્રાવ વિસ્તાર ૮,૬૭૪ ચોરસ કિ.મી. જેટલો છે. બનાસ નદીના પટમાં મુખ્યત્વે બટાકાની ખેતી કરવામાં આવે છે.

Post a Comment

Subscribe Our Newsletter