હીરણ નદી
![]() |
હીરણ નદી |
સાસણ ગીરના જંગલમાંથી પસાર થતી હિરણ નદીની છબી. છબીમાં સાસણ-વિસાવદર મીટર-ગેજ રેલ્વે લાઈનનો પુલ પણ દૃષ્યમાન છે.
રાજ્ય ગુજરાત
દેશ ભારત
ભૌગોલિક લક્ષણો
નદીનું મુખ
• સ્થાન તાલાલા
લંબાઇ ૪૦ કિમી
સ્રાવ
⁃ સ્થાન સાસણ ટેકરીઓ
કાંઠાની લાક્ષણિકતાઓ
બંધ કમલેશ્વર બંધ (હીરણ-૧), ઉમરેઠી બંધ (હીરણ-૨)
હીરણ નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન ગીરના જંગલમાં આવેલી સાસણ ટેકરીઓમાં છે. તેની મહત્તમ લંબાઇ ૪૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૫૧૮ ચોરસ કિમી છે. તેની મુખ્ય સહાયક નદીઓમાં સરસ્વતી નદી અને અંબાખોઇ નામના ઝરણા નો સમાવેશ થાય છે.
અસંખ્ય ફાંટાઓ હોવાને કારણે આ નદી મોટાભાગે તાલાલા પાસે વિલિન થઇ જાય છે. હીરણ નદીની આસપાસ જૈવિક વૈવિધ્ય અને માનવ વસવાટ વિકસ્યો છે.
કમલેશ્વર બંધ (હીરણ-૧) અને ઉમરેઠી બંધ (હીરણ-૨) આ નદી પર આવેલા મુખ્ય બંધો છે. આ નદી ગીરના પશ્ચિમ ભાગમાં વહે છે અને સમગ્ર વર્ષ દરમિયાન તે પર્યાવરણ માટે પાણીનો મુખ્ય સ્ત્રોત બની રહે છે.
Post a Comment
Post a Comment