મચ્છુ નદી
![]() |
મચ્છુ નદી |
જિલ્લો સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી
વિસ્તાર સૌરાષ્ટ્ર
રાજ્ય ગુજરાત
દેશ ભારત
ભૌગોલિક લક્ષણો
⁃ સ્થાન જસદણ ટેકરીઓ
લંબાઇ 141.75 km (88.08 mi)
કાંઠાની લાક્ષણિકતાઓ
ઉપનદીઓ
• ડાબે બેટી, અસોઇ
• જમણે જંબુરી, બેણિયા, મચ્છુરી, મહા
બંધ મચ્છુ-૧, મચ્છુ-૨
મચ્છુ નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાઓમાં વહેતી મહત્વની નદી છે.
મચ્છુ નદી ૧૪૧ કિલોમીટર જેટલી લંબાઇ ધરાવતી આ નદી મોટે ભાગે મોરબી જિલ્લામાં પોતાનો પંથ કાપે છે. માર્ગમાં મચ્છુ નદીમાં બેણિયા, મસોરો, આસોઇ, ખારોડિયો, બેટી, લાવરિયો, અંધારી, મહા જેવી નાની નદીઓ ભળી જાય છે.
આ નદીનો નિતાર પ્રદેશ લગભગ ૨,૫૧૫ ચોરસ કિલોમીટર જેટલો છે.
મચ્છુ નદી જસદણ તાલુકાના દહીંસરા ગામ પાસેથી નીકળી રાજકોટ તાલુકા, વાંકાનેર તાલુકા, મોરબી તાલુકા થઇને અંતે માળિયા (મિ.) તાલુકાના હંજીયાસર ગામ પછી કચ્છના નાના રણમાં મળી જાય છે.
Post a Comment
Post a Comment