-->

Google Search Job

આજી નદી

આજી નદી


જિલ્લો - રાજકોટ જિલ્લો, જામનગર જિલ્લો
વિસ્તાર - સૌરાષ્ટ્ર
રાજ્ય-  ગુજરાત
દેશ - ભારત
ભૌગોલિક લક્ષણો
 સ્થાન - લોધિકા
નદીનું મુખ - કચ્છનો અખાત, અરબી સમુદ્ર
 • સ્થાન - રણજીતપર, જામનગર જિલ્લો
લંબાઇ - ૧૦૨ કિમી
કાંઠાની લાક્ષણિકતાઓ ઉપનદીઓ  
 • ડાબે - ડોન્ડી નદી, ન્યારી નદી
 • જમણે - લાલપરી નદી
બંધ - આજી બંધ
        

આજી નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની મહત્વની નદી છે. આજી નદી રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના લોધિકા ગામ પાસેના ડુંગરામાંથી નીકળી, જામનગર જિલ્લાના જોડિયા તાલુકા નજીક કચ્છના અખાત (અરબી સમુદ્ર)માં ભળી જાય છે.

કુલ ૧૦૨ કિલોમીટર લંબાઇ ધરાવતી આજી નદી રાજકોટ જિલ્લામાં ૬૩ કિલોમીટર અને જામનગર જિલ્લામાં ૪૨ કિલોમીટર જેટલો પ્રવાસ ખેડે છે. રાજકોટ શહેરને પીવાનું પાણી પુરું પાડતી આજી નદી પર ચાર નાના-મોટા બંધ બાંધવામાં આવેલા છે. જે પૈકી મુખ્ય બંધ આજી ડેમ રાજકોટ શહેર પાસે આવેલો છે.

રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા આજી નદી જળશુદ્ધીકરણ યોજનાની શરુઆત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા આજી નદીની આસપાસ પાકા પાળાનું બાંધકામ તેમ જ વૃક્ષોના વાવેતરનું કાર્ય પણ શરુ કરવામાં આવ્યું છે.

Post a Comment

Subscribe Our Newsletter