-->

Google Search Job

ભાદર નદી

 ભાદર નદી

ભાદર નદી

દેશ ભારત

રાજ્ય ગુજરાત

ભૌગોલિક લક્ષણ ⁃ અક્ષાંસ-રેખાંશ 22.015546°N 71.204900°E

 ⁃ ઊંચાઇ 210 m (690 ft)

નદીનું મુખ  

 • સ્થાન અરબી સમુદ્ર

 • અક્ષાંશ-રેખાંશ 21.452534°N 69.790494°E

 • ઊંચાઈ 0 m (0 ft)

લંબાઇ 200 km (120 mi)

વિસ્તાર 7,094 km2 (2,739 sq mi)

 ⁃ સ્થાન અરબી સમુદ્ર

ભાદર નદી એ પશ્ચિમ ભારતના ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારની સૌથી મોટી નદી છે.


તે જસદણની ઉત્તરે આવેલા મંદાર ડુંગરમાંથી નીકળે છે અને ગણોદ આગળ રાજકોટ જિલ્લો છોડીને વાડાસડા નજીક જુનાગઢ જિલ્લામાં પ્રવેશે છે. તેની લંબાઇ ૨૦૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવ વિસ્તાર ૭,૦૯૪ ચોરસ કિમી (૨,૭૩૯ ચોરસ માઇલ) છે. જસદણ, આટકોટ, નવાગઢ, જેતપુર, ઉપલેટા, ગણોદ અને નવી બંદર વગેરે તેના કાંઠે વસેલા છે.


ગોંડલી, છાપરવાડી, ફોફળ, ઉતાવળી, મોજ અને વેણુ નદીઓ ભાદર નદીના જમણાકાંઠાની મુખ્‍ય શાખાઓ છે અને વાસાવડી, સુરવા અને ગલોલીયા નદીઓ ડાંબા કાંઠાની મુખ્‍ય શાખાઓ છે. ભાદર નદી પર ૬૮ કિ.મી.ના અંતરે જેતપુર નજીક લીલાખા ગામે ભાદર-૧ અને ૧૦૬ કિ.મી.ના અંતરે નવગામ પાસે ભાદર-૨ બંધ બાંધેલા છે.


ભાદર નદીમાં ઇ.સ. ૧૯૫૮ અને ઇ.સ. ૧૯૬૮ના વર્ષો દરમિયાન ભારે પૂર આવ્યા હતા.

Post a Comment

Subscribe Our Newsletter